Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનો શુભારંભ કર્યો 

Live TV

X
  • વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામિત્વ યોજના અંતર્ગત ઈ સંપતી કાર્ડનું પણ વિતરણ કર્યુ 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનો  શુભારંભ કર્યો છે. તથા દેશવાસીઓને શુભકામનો પાઠવી છે. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામિત્વ યોજના અંતર્ગત ઈ સંપતી કાર્ડનું પણ વિતરણ કર્યુ છે.  ગ્રામીણ લોકોને તેમની સંપત્તિના લીઝ્ડ ઇ-પ્રોપર્ટી કાર્ડનું માલિકીની યોજના હેઠળ વિતરણ કરાયુ છે. વર્ચ્યુઅલ રીતે આયોજિત આ કાર્યક્રમમાં ચાર લાખથી વધુ લોકોને તેમની સંપત્તિના ઇ-પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે.

    રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ રજૂ કરાયો

    આ યોજનાનો અમલ 2020-21માં મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના કેટલાક પસંદ કરેલા ગામોમાં એક પરીક્ષણ તરીકે કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે વર્ષ 2021 માટેનો રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ પણ રજૂ કરાયો છે. ઇનામો તરીકે આપવામાં આવતી પાંચથી પચાસ લાખ રૂપિયા સુધીની રકમ વિજેતા પંચાયતોના બેંક ખાતાઓમાં સીધી જ ટ્રાન્સફર કરવામાં આવશે.

    પંચાયતી રાજ દિવસ ગ્રામીણ ભારતના નવનિર્માણ માટે અગત્યનો અવસર

    કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પંચાયતી રાજ દિવસ ગ્રામીણ ભારતના નવનિર્માણ માટે અગત્યનો અવસર છે. આ દિવસ ગ્રામ પંચાયતોએ આપેલ યોગદાન બદલ તેમની પ્રશંસા કરવાનો દિવસ છે. તેમણે કોરોના સામે રક્ષણ માટે લોકોને વધુમાં વધુ રસી લેવા માટે આહવાન કર્યુ હતું.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply