પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેસંત સોરેનને જીતની પાઠવી શુભકામના
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનને જીત માટે અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે, અમે ઝારખંડની જનતાએ આપેલા જનાદેશનું સન્માન કરીએ છીએ ભાજપાને અનેક વર્ષો સુધી પ્રદેશની સેવા કરવાનો મોકો આપ્યો તે બદલ અમે જનતાનો હૃદયથી આભાર માનીએ છીએ.ભાજપ સતત ઝારખંડની સેવા માટે કટિબદ્ધ રહેશે. તમામ કાર્યકર્તાઓનો તેના અથક પરિશ્રમ બદલ આભાર.
ઝારખંડમાં જેએમએમ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ગઠબંધને વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને સ્પષ્ટ બહુમત મેળવી લીધી છે. બીજેપી અધ્યક્ષ અમિતશાહે પરિણામોનો સ્વીકાર કરીને ટ્વીટ કરી સંદેશો પાઠવ્યો હતો તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, અમે ઝારખંડની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશનું સન્માન કરીએ છીએ ભાજપાને પાંચ વર્ષ સુધી પ્રદેશની સેવા કરવાનો જે મોકો આપ્યો તે માટે અમે હદયથી જનતાનો આભાર માનીએ છીએ.ભાજપ સતત ઝારખંડની સેવા માટે કટિબદ્ધ રહેશે. તમામ કાર્યકર્તાઓનો તેના અથક પરિશ્રમ બદલ આભાર
