સશસ્ત્ર સીમા દળની 56મી વર્ષગાંઠ: ગૃહમંત્રીએ ભવ્ય પરેડની સલામી લીધી
Live TV
-
આજે સશસ્ત્ર સીમા દળની આજે 56મી વર્ષગાંઠ છે ત્યારે આ અવસરે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું....કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા અને ભવ્ય પરેડની સલામી લીધી હતી...કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહીદ સ્મારક પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી...મહત્વનું છે કે 1963માં સશસ્ત્ર સીમા દળની સ્થાપના કરવામાં આવી હતી...દળની કુલ 53 બટાલિયન ઈન્ડો-નેપાળ અને ઈન્ડો-ભૂતાન સીમા પર તૈનાત છે.. મહત્વનું છે કે નેપાળ અને ભૂતાને અડતી ભારતની સરહદ 2450 કિલોમીટર લાંબી છે..
આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશની સરહદોને એકજૂટ કરવામાં સશસ્ત્ર દળનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે...ગૃહમંત્રીએ કહ્યું કે 35,000થી વધુ પોલીસ કર્મીઓએ પોતાની ફરજ નિભાવતા નિભાવતા શહીદી વ્હોરી લીધી...આ શહીદોને શત શત નમન..
