Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલા ઉપહારોની બીજા તબક્કાની ઓનલાઇન ઈ-હરાજી આજથી શરુ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલ બે હજારથી વધુ ઉપહારોની બીજા તબક્કાની ઓનલાઇન ઈ - હરાજી આજથી શરુ. 3 ઓક્ટોબર સુધી ચાલશે હરાજી . ગંગાના સરંક્ષણ અને કાયાકલ્પ માટે હરાજીમાંથી પ્રાપ્ત મૂલ્યનો કરાશે ઉપયોગ.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલા ઉપહાર અથવા મોમેન્ટોની બીજા દૌરની ઈ હરાજી આજથી શરૂ થઈ ગઈ છે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ ઈ હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. જે ત્રણ ઓક્ટોબર સુધી ચાલશે. ઈ હરાજી માટે પીએ મોમેન્ટોસ ડોટ જીઓવી ડોટ આઈએન પોસ્ટલ પરથી વધુ માહીતી મળશે. આ ઈ હરાજીમાં ગત છ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે મળેલા 2 હજાર સાતસો બોત્તેર ઉપહારોની હરાજી કરવામાં આવી રહી છે.આ ઉપહારોની કિંમત રૂપિયા 200 થી માંડી અઢી લાખ સુધીની નક્કી કરવામાં આવી છે. આ હરાજી થકી જે ભંડોળ એકત્રીત થશે તે ભંડોળને નમામી ગંગે મીશનને સોપવામાં આવશે. આ હરાજીનું ઉદ્ધાટન કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલેન હસ્તે કરવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply