હિન્દીભાષામાં શ્રેષ્ઠ કાર્ય કરનાર અધિકારીઓને ગૃહમંત્રી અમિત શાહે પ્રદાન કર્યાં રાજભાષા પુરસ્કાર
Live TV
-
આખું વર્ષ હિન્દીભાષામાં શ્રેષ્ઠ કાર્ય કરનાર અધિકારીઓને ગૃહમંત્રી અમિત શાહે પ્રદાન કર્યાં રાજભાષા પુરસ્કાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું , જેમના માટે શાસન હોય, તેમની જ હોય શાસન ભાષા . મહાશબ્દકોશ મોબાઈલ એપનું પણ ગૃહમંત્રી અમિત શાહે કર્યું લોકાર્પણ.
આજે હિન્દી દિવસ છે. હિન્દી એક એવી ભાષા છે, જેને વિવિધતાથી ભરેલા દેશને એક સૂત્રતાના, સૂત્રમાં બાંધવાનું કામ કર્યું છે. આ અવસરે દિલ્લીમાં આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં અમિત શાહે જુદા મંત્રાલયમાં કામ કરતા અધિકારઓને હિન્દી ભાષામાં શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ રાજભાષા પુરસ્કાર 2019થી સન્માનિત કર્યાં હતા. આ અવસરે અમિત શાહના હસ્તે મહાશબ્દકોષ મોબાઇલ એપ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમજ તેમણે હિન્દીભાષાની વેબસાઇટ, રાજ ભાષાનું પણ ઉદઘાટન કર્યું. આ અવસરે પ્રાસંગિક સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું કે અન્ય દેશોની તુલનમાં ભારતની ભાષા સમૃદ્ધ છે. આ અવસરે અમિત શાહે જણાવ્યું કે, શાસનની ભાષા એજ હોય, જેના માટે શાસન હોય.
