Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યું UAEનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Live TV

X
  • નોંધનીય છે કે આ પહેલા ફેબ્રુઆરીમાં નરેન્દ્ર મોદીને સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

    વડાપ્રધાન  નરેન્દ્ર મોદી કાલે ત્રણ દેશો ફ્રાન્સ, યુએઈ અને બહેરીનની યાત્રા માટે રવાના થયા છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી પહેલા ફ્રાન્સ જશે. જે પછી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોં સાથે પીએમ મોદીની મહત્વની બેઠક યોજાશે. યુએઈ અને બહેરીનની યાત્રા પૂરી કર્યા પછી મોદી 25 ઓગસ્ટના રોજ ફ્રાંસના બિયારેત્ઝ જશે જ્યાં તે જી-7 સંમેલનમાં પણ ભાગ લેશે. ફ્રાન્સમાંથી શુક્રવારે મોદી યુએઇ જશે. યુએઇમાં તેમને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનિત કરવામાં આવશે.

    સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ઝાયેદથી સન્માનિત કરશે. પ્રધાનમંત્રી મોદીને આ સન્માન ભારત અને યુએઈના પરસ્પરના સંબંધોને મજબૂત કરવા માટે આપવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા ફેબ્રુઆરીમાં નરેન્દ્ર મોદીને સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પીએમ મોદી આ સન્માન મેળવનાર ભારતના પહેલા નાગરીક બન્યા છે. ફ્રાન્સની યાત્રા પૂરી કર્યા પછી મોદી ત્યારબાદ ત્યાંથી બહેરીન જશે અને ત્યાંના કિંગ શેખ હામદ બિન ઇસા અલ ખલીફાને મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply