પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર, સહરાનપુરમાં સંબોધી સભા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ ખાતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. પીએમ મોદીએ સહરાનપુરમાં એક જાહેર સભાને સંબોધી હતી.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ નજીક આવતી જાય છે, તેમ તેમ ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ ખાતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. પીએમ મોદીએ સહરાનપુરમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ અગાઉ પ્રધાનમંત્રીએ અમરોહા ખાતે જનસભાને સંબોધી હતી. સભાને સંબોધતાં પીએમ માદીએ જણાવ્યું હતું કે, મજબૂત અને સક્ષમ સરકાર જ દેશ હિત અને વિકાસ માટે આકરા નિર્ણય લઈ શકે છે. વધુમાં વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસ, સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટી આતંકવાદના મુદ્દે કુણું વલણ દાખવે છે. ઉલ્લેખનીય છે કે, સહરાનપુરમાં 11 એપ્રિલે અને અમરોહામાં 18 એપ્રિલના રોજ મતદાન યોજાશે. પ્રથમ તબક્કા માટે પ્રધાનમંત્રીની આ બીજી રેલી છે. અગાઉ તેમણે મેરઠમાં ચૂંટણી રેલી સંબોધી હતી.
