Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે વચ્ચે દ્વિપક્ષીય વાતચીત યોજાઇ

Live TV

X
  • જાપાનમાં 28 અને 29 જૂન દરમિયાન યોજાનારા G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસાકા પહોંચી ગયા છે. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ ચૂકી છે.

    જાપાનમાં 28 અને 29 જૂન દરમિયાન યોજાનારા G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસાકા પહોંચી ગયા છે. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ ચૂકી છે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી ફ્રાંસ, જાપાન, ઈન્ડોનેશિયા, અમેરિકા અને તૂર્કી સહિત અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય મુલાકાત અને વાતચીત કરશે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનાં બનેલા સંગઠન બ્રિક્સમાં પીએમ મોદી આ દેશોના નેતાઓ સાથે ખાસ બેઠક યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ,સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન વેપાર, સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. જી ટ્વેન્ટીના મંચ પર ભારત આતંકવાદ, ઉર્જા સુરક્ષા, પર્યાવરણમાં બહુપક્ષીય સુધાર અને ભાગેડું ઉદ્યોગપતિઓની વાપસી અને કાળાનાણા જેવા વિષયો ઉઠાવી શકે છે. તો આ સમગ્ર મામલે ભારતના શેરપા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ દુરદર્શન સાથે ખાસ વાતચીત કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply