પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના જાપાન, ઓસ્ટ્રેલિયા અને પપુઆ ન્યૂ ગીનીના પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશો, જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થશે. પ્રથમ તબક્કામાં પીએમ મોદી જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર G-7 સમિટમાં હાજરી આપશે. કોન્ફરન્સમાં કેટલાક સત્રો દરમિયાન ડિજિટાઈઝેશન તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રો પર પણ ચર્ચા કરવામાં આવશે. તેઓ હિરોશિમા ખાતેના સંમેલનમાં ભારત ત્રણ ઔપચારિક સત્રોમાં ભાગ લેશે. બીજું સત્ર 20 મે અને ત્રીજું સત્ર 21 મેના રોજ યોજાશે. પીએમ અનેક G-7ના સમકક્ષ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અને હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે. આ ઉપરાંત તેઓ જાપાનમાં જ ક્વોડ બેઠકમાં પણ હાજરી આપશે. ત્યારબાદ પીએમ મોદી જાપાનથી પાપુઆ ન્યૂ ગિનીમાં પોર્ટ મોરેસ્બી જવા રવાના થશે. ત્યાં તેઓ 22 મેના રોજ પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ માર્પેની સાથે સંયુક્ત રીતે ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન 3જા શિખર સંમેલલનું ઉદ્ઘાટન કરશે. આ સંગઠનની શરૂઆત 2014માં થઈ હતી અને તેમાં પ્રશાંત ક્ષેત્રના 14 દ્વીપ દેશોનો સમાવેશ થાય છે. ત્રીજા તબક્કામાં પીએમ મોદી 22મી મેના રોજ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. સાથોસાથ તેઓ 23 મેના રોજ સિડનીમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે જેમાં ઓસ્ટ્રેલિયાના પીએમ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.
