પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેઠી અને પટનાની મુલાકાતે
Live TV
-
પટનામાં એન.ડી.એ.ની સંયુક્ત રેલીને સંબોધશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેઠી અને પટનાની મુલાકાતે છે. તેઓ આજે બિહારના પટનામાં એન.ડી.એ.ની ,સંયુક્ત રેલીને સંબોધશે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની શક્યતા છે. એનડીએના ત્રણેય પક્ષોએ દાવો કર્યો છે કે રેલી ઐતિહાસિક અભૂતપૂર્વ હશે. આ રેલીનો ઉદેશ્ય કેન્દ્રની યોજનાને લોકો સુધી પહોંચાડવાનો છે. તેઓ આજે ઉત્તરપ્રદેશના અમેઠીની મુલાકાત પણ કરશે જયાં તેઓ ઇન્ડો રશિયન રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કંપની મેઇક ઇન ઇન્ડિયાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ બની રહેશે. તેમજ તેનાથી રાષ્ટ્ર સુરક્ષા વધુ સક્ષમ બનશે
