Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

Live TV

X
  • જયપુર ખાતે રાજ્યપાલ કલ્યાણસિંહ તથા મુખ્યમંત્રી વસુંધરારાજે સિંધિયાએ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી આજે જયપુરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. સંવાદમાં રાજ્યના 33 જિલ્લાના 2 લાખથી વધારે લાભાર્થીઓ ભાગ લેશે એવી આશા છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરના પ્રવાસે છે. જયપુર પ્રવાસ દરમ્યાન પ્રધાનમંત્રી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરશે. આ સાથે પ્રધાનમંત્રી એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. 

    દીકરીઓને ભણાવવા માટે પ્રેરિત કરવાની વાત હોય કે સ્વચ્છ ભારત માટેનું જનાંદોલ, પ્રધાનમંત્રી મોદી હંમેશા અલગ અંદાજમાં લોકો સાથે સીધો સંવાદ કરવા માટે જાણીતા છે. તેઓ એપ, માય ગવ કે પછી મન કી બાતના માધ્યમથી સતત લોકો સાથે જીવંત સંપર્ક રાખે છે. જયપુરમાં યોજાનાર કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રી આ જ હેતુસર લોકો સાથે સીધો સંવાદ કરશે. માર્ચ પછી ફરી એક વખત પ્રધાનમંત્રી રાજસ્થાનના પ્રવાસે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply