PM મોદીએ જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી
Live TV
-
તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીને શિક્ષણવિદ અને ઉત્તમ વ્યવસ્થાપક તેમજ દેશની વિભૂતી ગણાવ્યા હતા. નરેન્દ્ર મોદીએ શ્યામાપ્રસાદને આઝાદીના લડવૈયા ગણાવ્યાં હતાં.
જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની આજે 118મી જન્મજયંતિ છે. સમગ્ર રાષ્ટ્રે શ્યામાપ્રસાદ મુખર્જીને યાદ કર્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રધ્ધાંજલી અર્પી હતી. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીને શિક્ષણવિદ અને ઉત્તમ વ્યવસ્થાપક તેમજ દેશની વિભૂતી ગણાવ્યા હતા. નરેન્દ્ર મોદીએ શ્યામાપ્રસાદને આઝાદીના લડવૈયા ગણાવ્યાં હતાં.
પીએમ મોદીએ શ્યામાપ્રસાદ અંગેનો એક વિડોયો પણ શેર કર્યો હતો. તેમણે કહ્યું હતુંકે આ દેશની વિભૂતીનું જીવન આજે પણ દેશને પ્રોત્સાહીત કરી રહ્યું છે. લોકભાગીદારીના તેઓ હીમાયતી હોવાનું પણ તેમણે કહ્યું હતું.જયારે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે પણ મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ શ્યામા પ્રસાદની મુખર્જીની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો તેમજ તેમણે પણ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
