હોટેલ, મોટેલ અને પટેલ સમાજની તાકાત છેઃ PMનરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રીએ આહવાન કર્યું કે તમારી હોટલના રૂમમાં જે ટીવી લાગેલા હોય છે તેમાં થોડીક સેકન્ડ માટે ભારતના પ્રવાસનની એડ લગાવો. જેનાથી ભારતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ કહેવતને સાર્થક કરી છે.આપણા ગુજરાતી બંધુઓએ.દેશ અને દુનિયાના ખુણે ખુણે આજે એક લઘુ ગુજરાત ઉભુ થયું છે.વિશ્વની મહાસત્તા અમેરિકામાં પણ ખુબ જ બહોળા પ્રમાણમાં ગુજરાતી સમાજ વસે છે. તેમણે ભારતની અને ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખી છે.
અમેરિકામાં વસતા સૌરાષ્ટ્ર પટેલ સમાજના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કર્યા હતા. અમેરિકાના સૌરાષ્ટ્ર પાટીદાર સમાજને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તમે દેશની સંસ્કૃતિને વિદેશમાં રહીને પણ જીવંત રાખી છે. આજે ભારતના પાસપોર્ટની તાકાત વધી છે અને વિશ્વનો કોઈપણ દેશ ભારતના પાસપોર્ટને સન્માનથી જોવે છે. દુનિયાના દરેક ખુણામાં ભારતીયોની ચમક વધી છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભ ભાઈ પટેલને પણ યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરદારે દેશના અનેક રજવાડાને એકત્ર કરવાનું એક ખુબ જ મહત્વપૂર્ણ કામ કર્યું હતું. ગુજરાતમાં આજે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર ડેમ પાસે આકાર લઈ રહ્યું છે. જે સરદાર પટેલનું સૌથી મોટું સન્માન હશે.
પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા અને કહ્યું કે ગાંધીજીને સ્વચ્છતા ખુબ જ પ્રિય હતી, તેથી જ દેશમાં આજે સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં અનેક શૌચાલયનું નિર્માણ થયું છે અને લોકો સ્વયં સ્વચ્છતાના આગ્રહી બન્યા છે. પ્રધાનમંત્રીએ પટેલ સમાજને માટે કહ્યું કે હોટેલ, મોટેલ અને પટેલ સમાજની તાકાત છે. વિશ્વમાં સૌથી વધારે હોટલ પટેલ સમાજના લોકોની છે.
પ્રધાનમંત્રીએ આહવાન કર્યું કે તમારી હોટલના રૂમમાં જે ટીવી લાગેલા હોય છે તેમાં થોડીક સેકન્ડ માટે ભારતના પ્રવાસનની એડ લગાવો. જેનાથી ભારતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. અમેરિકા હોય કે પશ્ચિમના કોઈ પણ દેશો દરેક જગ્યાએ ગુજરાતી લોકોએ મોટા પ્રમાણમાં વસીને હિન્દુસ્તાનની અને ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિને ધબકતી રાખી છે.
સૌરાષ્ટ્રનો પટેલ સમાજ દર વર્ષે અમેરિકામાં અનેક કાર્યક્રમનું આયોજન કરે છે અને તેના થકી ભારત અને ગુજરાત સાથે જોડાયેલો રહે છે. ત્યારે પ્રધાનમંત્રીએ પણ તેમને યશસ્વી કાર્યો માટે અભિનંદન આપ્યા હતા અને હિન્દુ સંસ્કૃતિના મહા પર્વ મહાકુંભમાં સહ પરિવાર આવી ભારતના વિરાટ દર્શન કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
