પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના 'ભારત મંડપમ' ખાતે યુપીએસસીના શતાબ્દી સમારોહને સંબોધિત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના 'ભારત મંડપમ' ખાતે યુપીએસસીના શતાબ્દી સમારોહને સંબોધિત કરશે
દેશની પ્રીમિયર સિવિલ સર્વિસિસ રિક્રુટમેન્ટ બોડી એવી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) આજે પોતાની ગૌરવશાળી સફરના 100 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસરે નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત 'ભારત મંડપમ' ખાતે આયોજિત શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ઉપસ્થિતોને સંબોધન કરશે.
UPSC ના 100 વર્ષના ઐતિહાસિક પ્રવાસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી એક સ્મારક ટપાલ ટિકિટનું પણ લોકાપર્ણ કરશે. તેમજ યુપીએસસી અને લોકસેવા આયોગને આકાર આપનારા 100 ઐતિહાસિક નિર્ણય પુસ્તકનું પણ વિમોચન કરશે.
UPSC દ્વારા આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રથમ દિવસે 'શતાબ્દી સમારોહ - મંથન' અંતર્ગત વિવિધ સત્ર અને પેનલ ચર્ચાઓ યોજાઈ હતી.
આ ભવ્ય સમારોહમાં દેશભરના રાજ્ય લોક સેવા આયોગોના અધ્યક્ષો, સભ્યો, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ,શિક્ષણવિદો અને UPSC સાથે જોડાયેલા અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
