Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કરશે 

Live TV

X
  • શીખર સંમેલન દરમિયાન બન્ને નેતા દ્વિપક્ષીય સબંધો ઉપર વિસ્તારથી ચર્ચા કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે એક વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કરશે. આ સંમેલન સંગઠીત ચુંટણીમાં પ્રધાનમંત્રી રુટે હોલની જીત બાદ યોજાઇ રહ્યું છે અને નિયમીત ઉચ્ચ સ્તરીય સંવાદ દ્વારા દ્વિપક્ષી સબંધોમાં ગતી જાળવવી જોઇએ. શીખર સંમેલન દરમિયાન બન્ને નેતા દ્વિપક્ષીય સબંધો ઉપર વિસ્તારથી ચર્ચા કરશે અને સબંધોને વધુ મજબુત બનાવવાની નવી પધ્ધતીઓ ઉપર પણ વિચારણા કરવામાં આવશે. 

    નેધરલેન્ડમાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરે છે

    સાથે સાથે પરસ્પર હિતોના ક્ષેત્રીય વૈશ્વીક હિતો ઉપર વિચાર વિમર્શ કરવામાં આવશે. ભારત અને નેધરલેન્ડ લોકશાહી, કાયદાકીય વ્યવસ્થા અને સ્વતંત્રતાના યોગ્ય મુલ્યો દ્વારા સૌહાદપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સબંધોને આગળ વધારે છે. યુરોપ મહાદ્વિપના નેધરલેન્ડમાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરે છે.

    ભારતમાં 200 થી વધુ વેક્સ કંપની

    બન્ને દેશો વચ્ચે જળપ્રબંધન, કૃષીની સાથે ફુડપ્રોસેસીંગ, સ્વાસ્થય સ્માર્ટ શહેરો અને શહેરી વાહન વ્યવહાર, વિજ્ઞાનની સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નવિ કરણીય ઉર્જા અને અંતરીક્ષ ક્ષેત્રો સહિત વ્યાપક સહયોગ થઇ શકે છે. ભારત નેધરલેન્ડનો ત્રીજો મોટો નિકાસકાર હોવા સાથે બન્ને દેશ ભરપૂર આર્થિક ભાગીદારી કરી રહ્યો છે ભારતમાં 200 થી વધુ વેક્સ કંપની આવેલી છે. જ્યારે નેધરલેન્ડમાં પણ સમાન સંખ્યામાં ભારતીય કંપની કામ કરી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply