Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીએ 11થી 14 એપ્રિલ સુધી રસીકરણ ઉત્સવ ઉજવવાનું કર્યું આહ્વાન

Live TV

X
  • ઘણા રાજ્યોમાં કોવિડની બીજી લહેર પ્રથમ લહેર કરતા વધુ ભારે રહી: પીએમ મોદી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમિક્ષા માટે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી વધુ એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કોવિડ સામે પગલા ભરવા માટે ગત અનુભવ ઉપર વિચાર કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઘણા રાજ્યોમાં કોવિડની બીજી લહેર પ્રથમ લહેર કરતા વધુ ભારે રહી છે. જે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે કેસ વધવાનું મોટું કારણએ છે કે લોકો હજુ બે-જવાબદાર જ છે અને વહિવટી તંત્ર પણ નીરસ નજર આવી રહ્યું છે. જેથી કોવિડે વધુ મુશ્કેલી ઉભી કરી છે.  

    11 થી 14 એપ્રિલ વચ્ચે દેશમાં રસીકરણ ઉત્સવ

    પ્રધાનમંત્રીએ તમામને આહવાન કર્યું કે કોવિડ સામે લડવા માટે યુદ્ધ સ્તર પર કામ કરો. તેમણે એલાન કર્યું કે 11 થી 14 એપ્રિલ વચ્ચે દેશમાં રસીકરણ ઉત્સવ મનાવવામાં આવે. તેમણે ઘરના વડીલોની મદદ કરવા યુવાનોને અપીલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે અગાઉની સ્થિતિમાં લોકડાઉન સિવાય કોઇ વિકલ્પ ન હતો. જ્યારે આજની સ્થિતિમાં લોકોને જાગૃત કરવા નાઇટ કર્ફ્યુ બદલે કોરોના કર્ફ્યુનો ઉપયોગ કરવામાં આવે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્તમાન સ્થિતિમાં પૂર્ણ લોકડાઉન માત્ર એક વિકલ્પ નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply