પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે, બ્રહ્માકુમારીના પરિસરની પણ લેશે મુલાકાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે આવવાના છે. પ્રધાનમંત્રી નાથદ્વારા ખાતે પાંચ હજાર પાંચસો કરોડની પરિયોજનાનો પ્રારંભ કરશે. પ્રદેશમાં માળખાકીય સુવિધા અને પરિવહન વ્યવસ્થાને મજબૂત કરવા આ પરિયોજનાઓ હાથ ધરાઇ રહી છે. તેને પગલે પ્રદેશના લોકોની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પ્રધાનમંત્રી રાજસમંદ અને ઉદયપુરમાં ટુ લેન સડક નિર્માણ પરિયોજનાનો શિલાન્યાસ કરશે. તેઓ ઉદયપુર રેલવે સ્ટેશન પુનઃ નિર્માણની આધારશિલા પણ મૂકશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નાથદ્વારા ખાતે શ્રીનાથજી મંદિર દર્શન કરશે. તેમજ આબુરોડ ખાતે બ્રહ્માકુમારી આંતરરાષ્ટ્રીય મુખ્યાલયની મુલાકાત પણ કરશે. બ્રહ્માકુમારીઓના શાંતિવન પરિસરની મુલાકાત પણ લેશે. પ્રધાનમંત્રીની મુલાકાતને મુદ્દે સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
