રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કેન્દ્રિય સશસ્ત્ર પોલીસદળ તેમજ રાજય પોલીસદળના જવાનોને શૌર્ય પુરસ્કારો અર્પણ કર્યા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં વીર જવાનોને શોર્ય ચક્ર એનાયત કર્યા. રાષ્ટ્રપતિએ કુલ 9 કીર્તી ચક્ર અને 27 શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યા. જેમાં CRPFના જવાન સત્યેન્દ્રસિંહને શ્રીનગરમાં સેનાના આતંકીઓ સામેના ઓપરેશન દરમિયાન વીરતાપૂર્વક સામનો કરવા બદલ શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો. જ્યારે રાષ્ટ્રીય રાયફલ્સમાં 55મી બટાલિયનમાં નાયબ સુબેદાર ઘનશ્યામને શૌર્ય ચક્ર એનાયત કરાયો. જેમણે પુલવામા ખાતે એક સેનાના ઓપરેશન દરમિયાન આતંકીનો ખાત્મો કર્યો હતો. તો CRPFના ડેપ્યુટી કમાન્ડન્ટ વિક્કી કુમાર પાંડે અને કોન્સ્ટેબલ વિજય ઓરાને પણ શૌર્ય ચક્ર અર્પણ કરવામાં આવ્યા. સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહી વીર જવાનોને અભિનંદન આપ્યા હતા.
