પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વેક્સીન નિર્માતાઓ સાથે કરશે ચર્ચા
Live TV
-
કોરોનાના વધતા સંકટની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિઓ કોન્ફરેન્સીંગનાં માધ્યમથી વેક્સીન નિર્માતાઓ સાથે ચર્ચા કરશે..આ પહેલા તેઓએ ગઈકાલે દેશના મુખ્ય ડોક્ટરો અને મુખ્ય ફાર્મા કંપનીના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો
કોરોનાના વધતા સંકટની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિઓ કોન્ફરેન્સીંગનાં માધ્યમથી વેક્સીન નિર્માતાઓ સાથે ચર્ચા કરશે..આ પહેલા તેઓએ ગઈકાલે દેશના મુખ્ય ડોક્ટરો અને મુખ્ય ફાર્મા કંપનીના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો.. પ્રધાનમંત્રીએ કોરોના સામેની લડાઈમાં તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ પ્રધાનમંત્રીએ ડોક્ટરો દ્વારા સમાજમાં પરિવર્તનકારી ભૂમિકા પર ભાર આપ્યો હતો... પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં વેક્સિનેશન જ મુખ્ય હથિયાર છે.... આવશ્યક દવાઓના સપ્લાય, ઈન્જેક્શન અને ઓક્સિજનની પર્યાપ્ત ઉપલબ્ધતાથી સંબંધિત ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.... આ સાથે જ પ્રધાનમંત્રીએ ડોક્ટરોને આગ્રહ કર્યો હતો કે, તેઓ વધુમાં વધુ દર્દીઓને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરે.... આ વખતે મહામારી ટીયર ટૂ અને ટીયર થ્રી શહેરોમાં ઝડપથી ફેલાઈ રહી છે.... આવા શહેરોમાં ડોક્ટરો પોતાના સહયોગીઓ સાથે જોડાય તેવો પ્રધાનમંત્રીએ ડોક્ટરોને આગ્રહ કર્યો હતો. આ સાથે જ પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, યોગ્ય સારવારની સાથે સાથે દર્દીઓના કાઉન્સેલિંગ ઉપર પણ ભાર આપવો જોઈએ... તો સાથે કોરોના પરની અનેક પ્રકારની અફવાઓ સામે ડોક્ટરો લોકોને માહિતગાર કરે....
