પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 'મન કી બાત' કાર્યક્રમ સંબોધીત કરશે
Live TV
-
હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. આવતીકાલે સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પરથી પ્રસારિત કરાશે. તથા આકાશવાણી સમાચારની વેબસાઈટ WWW. NEWS ON AIR.com તથા ન્યૂઝ ઓન AIR મોબાઇલ એપ ઉપર પણ પ્રસારિત થશે. આકાશવાણી, દૂરદર્શન સમાચાર , પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયની યૂ ટ્યૂબ ચેનલો ઉપર પણ આ કાર્યક્રમનું સીધું પ્રસારણ થશે.
