Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટના 48માં મુખ્ય ન્યાયાધીશ તરીકે એન વી રમનાએ શપથ લીધા

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં એન.વી રમનાને મુખ્ય ન્યાયાધીશ પદના શપથ લેવડાવ્યા

    સુપ્રીમ કોર્ટના 48માં મુખ્ય ન્યાયાધીશ તરીકે નુથલપાટી વેંકટ રમનાએ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં એન.વી રમનાને મુખ્ય ન્યાયાધીશ પદના શપથ લેવડાવ્યા છે. 23 એપ્રિલે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે નિવૃત્ત થયા બાદ આજે ન્યાયાધીશ એન.વી રમના દેશના 48માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.

    26 ઓગસ્ટ 2022 સુધી ભારતના સી.જે.આઈ. રહેશે

    આ અગાઉ 6 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ન્યાયાધીશ તરીકે એન.વી.રમનાની નિમણુકને મંજુરી આપી હતી. તેઓ 26 ઓગસ્ટ 2022 સુધી ભારતના સી.જે.આઈ. રહેશે. આ અગાઉ તેઓની ફેબ્રુઆરી 2014માં સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિમણુક થઈ હતી. તેઓને આંતર રાજ્ય જળ વિવાદ કાયદાઓના તથા સિવીલ, ક્રિમિનલ અને સર્વિસ કેસોના પણ નિષ્ણાંત માનવામાં આવે છે. અગાઉ તેઓ ઈન્ટરનેટ બંધ અને આર્ટીકલ 370 જેવા કેસોની સુનાવણી કરી ચુક્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply