પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસના ત્રીજા તબક્કામાં આજે ઓસ્ટ્રેલિયા પહોંચશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસના ત્રીજા તબક્કામાં આજે ઓસ્ટ્રેલિયા પહોંચશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસના ત્રીજા તબક્કામાં આજે ઓસ્ટ્રેલિયા પહોંચશે. આ મુલાકાત ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝના ભારત પ્રવાસના થોડા દિવસ બાદ થઈ રહી છે. આ અવસર પર બંને દેશના નેતા એક કોમ્યુનિટિ ઈવેન્ટમાં સામેલ થશે અને ઉપસ્થિત લોકોને સંબોધિત કરશે.
આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના પીએમ એ એક નિવેદન જારી કરીને પીએમ મોદીની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી હતી. નિવેદનમાં પીએમ અલ્બેનીઝે કહ્યું કે 'પીએમ મોદીની ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતને યજમાની કરતા હું સન્માનિત અનુભવું છું. ઓસ્ટ્રેલિયા અને ભારત સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ હિંદ પેસિફિક મહાસાગરને સમર્પિત છે. સાથે મળીને આપણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકીએ છીએ.
