Skip to main content
Settings Settings for Dark

શ્રીનગરમાં આજે ત્રણ દિવસીય જી-20 દેશોના પ્રતિનિધિઓની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે ત્રણ દિવસીય જી-20 દેશોના પ્રતિનિધિઓની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક યોજાશે.

    જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે ત્રણ દિવસીય જી-20 દેશોના પ્રતિનિધિઓની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક યોજાશે. આ બેઠક 24 મે સુધી ચાલશે. 2019માં જમ્મુ- કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી, ત્યાં આ પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. 

    લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે ​​તેમના માસિક 'આવામ કી આવાઝ' રેડિયો કાર્યક્રમ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશના નાગરિકોને આ કાર્યક્રમની સફળતા માટે સક્રિય સહયોગ આપવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, આ બેઠક ચોક્કસપણે જમ્મુ- કાશ્મીરના લોકોને પ્રેરણા આપશે અને કેન્દ્રશાસિત પ્રદેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજમાં નવો ઉત્સાહ અને વિશ્વાસ જગાડશે. આ ઉપરાંત, બેઠકમાં પાંચ આંતરસંબંધિત પ્રાથમિકતા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવશે, જેમાં ગ્રીન ટૂરિઝમ, ડિજિટાઈઝેશન, પર્યટન સંબંધિત સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply