પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાતે
Live TV
-
દેવદિવાળી અને ગુરૂનાનક જયંતિ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાતે હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ રૂપિયા 2 હજાર 447 કરોડના ખર્ચે બનેલા સિક્સલેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ-19ને રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાબા વિશ્વનાથના આર્શિવાદથી આજે આ સિક્સલેન હાઈ-વેનું નિર્માણ કરાયું છે. આ સાથે છેલ્લા 6 વર્ષમાં કાશીમાં હજારો કરોડના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. અને હાઈ-વે સિક્સલેન થતાં વારાણસી, લખનઉ અને ગોરખપુરની મુસાફરી સરળ બનશે.તેમજ 70 કિલોમીટરથી વધુની મુસાફરી સરળ અને ઝડપી બનશે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં રોડ કનેક્ટીવીટીની સાથે એર કનેક્ટીવીટી પર પણ સરકાર કામ કરી રહી છે. ત્યારે આધુનિક ક્નેક્ટીવીટી વધતાં ખેડૂતો આનો લાભ મળશે. આ સાથે કૃષિ બિલ પર વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા કાયદાથી ખેડૂતોને નવા વિકલ્પ અને નવા સંરક્ષણ અપાયા છે. તેમજ નવા કાયદામાં પહેલાની વ્યવસ્થા બદલવામાં આવી નથી. અને નવો કાયદો ખેડૂતોના હિતમાં હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
