પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય કોલકાતાના પ્રવાસે
Live TV
-
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત, પ્રધાનમંત્રીએ અર્ધનારીશ્વર કલાકૃતિનુ કર્યુ અનાવરણ, પ્રધાનમંત્રી કોલકતામાં ચાર પુનનિર્મિત હેરિટેજ ઈમારતો રાષ્ટ્રને કરશે સમર્પિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ થી બે દિવસની કોલકાતાની મુલાકાતે છે. કોલકત્તા ખાતે પ્રધાનમંત્રીનું એરપોર્ટ ખાતે સ્વાગત પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદિપ ધનખડ અને શહેરી વિકાસ મંત્રી ફિરાજ ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ત્યારબાદ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી આર્ટ ગેલીરીની પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કેન્દ્રિય સાંસ્કૃતિક રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ સાથે પ્રધાનમંત્રી બે દિવસની મુલાકાત દરમિયાન કોલકાતા પોર્ટ ટ્રસ્ટ ને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજીત કાર્યક્રમ માં ભાગ લેશે. ઉપરાંત પ્રધાનમંત્રી અહીં શીપ રિપેરિંગ સેવાનું પણ લોકાર્પણ કરશે. સાથે પ્રધાનમંત્રી કોલકાતામાં દેશની ધરોહર ગણાતી ચાર ઈમારતો રાષ્ટ્રને સમર્પિત કરશે
