Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવની એક દીવસીય સફળયાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવના રાષ્ટ્રપતિ મોહમદ સોલીહના શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે માલીના પ્રવાસે ગયા હતા. રાષ્ટ્રપતિ સોલીહ સાથે સંક્ષિપ્ત મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે, ભારત માલદીવના સ્થાયી , સામાજિક અને આર્થિક વિકાસમાં સહાયતા કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવની એક દીવસીય સફળયાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવના રાષ્ટ્રપતિ મોહમદ સોલીહના શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે માલીના પ્રવાસે ગયા હતા. રાષ્ટ્રપતિ સોલીહ સાથે સંક્ષિપ્ત મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે, ભારત માલદીવના સ્થાયી , સામાજિક અને આર્થિક વિકાસમાં સહાયતા કરશે. માલદીવના નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમદ સોલીહએ દેશના સાતમા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધાં હતાં. રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં આયોજિત વિપુશ મજલીશની વિશેષ એસેમ્બલીમાં શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમદ સોલીહ સાથે બેઠક બાદ માલદીવનો ટૂંકો પ્રવાસ પૂરો કર્યો હતો. આ બેઠકમાં બંને નેતાઓએ હિન્દ મહાસાગરમાં શાંતિ જાળવી રાખવાના મહત્વ ઉપર સંમતિ દર્શાવી હતી. તેઓએ ક્ષેત્રમાં સ્થિરતા માટે એક બીજાની ચિંતા અને આકંક્ષાને સમજવા આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply