Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા પ્રવાસે, રશિયન પ્રમુખ પુતિન સાથે કરશે મુલાકાત

Live TV

X
  • મોદી અને પુતિન વચ્ચે ઈરાન પરમાણુ સમજૂતીથી લઈને અમેરિકાના હટવાથી પ્રભાવ, આઈએસ, સીરિયા, અફઘાનિસ્તાન અને ન્યૂક્લિયર પાવર અંગે ચર્ચાની સંભાવના

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા પ્રવાસે છે.. જ્યાં તેઓ સોચી શહેરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતીન સાથે અનૌપચારિક બેઠક કરશે. બંને નેતાઓ ભારત - રશિયા દ્વિ-પક્ષીય સંબંધો તેમજ લાંબા ભવિષ્યને લઈને ચર્ચા કરશે. ખુદ રશિયાના રાષ્ટ્પતિ પુતીને મોદીને આ અનૌપચારિક ચર્ચાનું નિમંત્રણ આપ્યું હતું...રશિયામાં ભારતના રાજદૂત પંકજ શરણે કહ્યું કે પુતિન અને મોદી વચ્ચે આ મુલાકાત ખૂબ જ ખાસ છે. પુતિને અનેક મુદ્દા પર વાટાઘાટો માટે પીએમ મોદીને રશિયા આવવા આમંત્રણ આપ્યું છે. પુતિનની ઈચ્છા છે કે બંને નેતા ભવિષ્યમાં રશિયાની પ્રાથમિક્તાઓ, વિદેશ નીતિ અને પારસ્પરિક સંબંધો પર વાત કરશે. પુતિન અને મોદી સાથે લંચ કરશે.સોચી શહેરમાં પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક શિખર બેઠક કરશે. મોદી, પુતિનના આમંત્રણ પર રશિયા પહોંચ્યા છે. મોદી અને પુતિન વચ્ચે ઈરાન પરમાણુ સમજૂતીથી લઈને અમેરિકાના હટવાથી પ્રભાવ, આઈએસ, સીરિયા, અફઘાનિસ્તાન અને ન્યૂક્લિયર પાવર અંગે વાતચીત થવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply