પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13મી પૂર્વ એશિયા શિખર બેઠકોમાં ભાગ લેવા માટે આજે સાંજે સિંગાપુર જવા રવાના થશે
Live TV
-
દેશ મંત્રાલયના પૂર્વ બાબતોના સચિવ વિજય ઠાકુર સિંહે કાલે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આસિયાન દેશોની નાણાંકીય સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર રાખવા સંબંધિત એક ડિજીટલ પ્લેટફોર્મ એપિક્સની શરૂઆત પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13મી પૂર્વ એશિયા શિખર બેઠક, ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારી અને આસિયાન સહિતની વિવિધ શિખર બેઠકોમાં ભાગ લેવા માટે આજે સાંજે સિંગાપુર જવા રવાના થશે. આ બેઠકો સિંગાપુરમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી ફિનટેક સંમેલનને પણ સંબોધિત કરશે. આ સંમેલન ત્રીજા સિંગાપુર ફિનટેક સમારોહનો ભાગ છે. વિદેશ મંત્રાલયના પૂર્વ બાબતોના સચિવ વિજય ઠાકુર સિંહે કાલે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આસિયાન દેશોની નાણાંકીય સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર રાખવા સંબંધિત એક ડિજીટલ પ્લેટફોર્મ એપિક્સની શરૂઆત પણ કરશે. ફિનટેક સમારોહમાં લગભગ ચાલીસ હજાર લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી બીજી ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી બેઠકમાં પણ ભાગ લેશે. જ્યાં 16 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ આર્થિક કરારને મજબૂત કરવા બાબતે વિચાર વિમર્શ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15મી ભારત -આસિયાન શિખર બેઠક અને 13મી પૂર્વ એશિયા શિખર બેઠકમાં પણ ભાગ લેશે. જ્યાં તમામ નેતાઓ ક્ષેત્રીય અને વૈશ્વિક સ્થિતિમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ સહિત અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
