Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને આપી અનેક વિકાસની ભેટો

Live TV

X
  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સવારે વાયુસેનાના વિમાનમાં ગુજરાતની એક દિવસીય મુલાકાતે સુરત આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી ત્યારબાદ વલસાડ જિલ્લા ના જૂજવા ગામે પહોંચ્યા હતા. ત્યાં ગ્રામીણ વિકાસ વિષયે આયોજીત પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારબાદ જૂજવા ગામે આયોજીત રેલીમાં આગેવાનોએ પ્રધાનમંત્રીને પુષ્પહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. એસસી- એસટી કાયદો યથાવત જાળવી રાખવા બદલ રાજ્યના એસસી-એસટી સમુદાયના આગેવાનો તેમજ ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપ્યા બદલ રાજ્યના ઓબીસી સમાજના આગેવાનોએ પણ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. 

    પ્રધાનમંત્રી મોદીએ જૂજવા ગામે સભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અતર્ગત રૂ. એક હજાર 727 કરોડ ના ખર્ચે રાજ્યસભાના વિવિધ જિલ્લામાં નિર્માણ પામેલ એક લાખ પંદર હજાર 551 આવાસોના લાભાર્થીઓને સામૂહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણના આ લાભાર્થીઓને ઉજ્જ્વલા ઉજાલા સહિતની યોજનાના લાભ પણ મળ્યા છે. વર્ષ 2022 સુધીમાં નબળા વર્ગના લોકોને ઘરનું ઘર મળે તે દિશાનો આ પ્રયાસ છે. પ્રધાનમંત્રીએ રાજ્યના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને વીડિયો કોન્ફરન્સથી ગૃહ પ્રવેશ કરાવતાં લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply