Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ જાપાનને ભારતીય કંપનીઓ-સ્ટાર્ટઅપ્સ સાથે ભાગીદારીનું આપ્યુ આમંત્રણ

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદીએ જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે મુલાકાત દરમિયાન ભારત-જાપાન વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરી હતી.

    પ્રધાનમંત્રી મોદીએ જાપાનને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત ભારતીય કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે સંરક્ષણ ક્ષેત્રે સહ-વિકાસ અને સહ-ઉત્પાદન માટે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું હતું. તેમણે હિંદ-પ્રશાંત ક્ષેત્ર સહિત સમગ્ર વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારત-જાપાનના સંરક્ષણ અને સુરક્ષા સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.

    સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી કોઈઝુમી વચ્ચેની બેઠકમાં બંને દેશોએ દરિયાઈ સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધુ મજબૂત કરવા સંમતિ વ્યક્ત કરી હતી. બંને દેશોએ દરિયાઈ સુરક્ષા સહયોગ અંગેના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા.આ કરાર હેઠળ દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ માટે માહિતીની આપ-લે, ભારતીય નૌકાદળ અને જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ વચ્ચે સહયોગ તેમજ શોધ અને બચાવ તથા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવામાં આવશે.બંને દેશોએ મુક્ત અને ખુલ્લા હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટે સંરક્ષણ સહયોગ વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
apply