પ્રધાનમંત્રી મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આઈટી પરના વર્લ્ડ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસુરુથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી પરના વર્લ્ડ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસુરુથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી પરના વર્લ્ડ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, ભારતમાં માત્ર નવીન સાહસિકોની વધતી જતી સંખ્યા જ નથી, પરંતુ ટેકનો ઇનોવેશન માટે પણ મોટું બજાર છે. ભારત તમામ ક્ષેત્રોમાં ડિજીટલ નવીનીકરણનો હોટ સ્પોટ છે. ડિજિટલ ઇન્ડિયા જીવનનો એક માર્ગ બની ગયો છે. વધુમાં પીએમએ જણાવ્યું હતું કે કેટલાક વર્ષો પહેલા આવા સર્વગ્રાહી રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો અશક્ય હતું તે આજે સફળતાપૂર્વક કરી શકાય છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના શ્રવણ બેલગોડામાં, ભગવાન બાહુબલિના મહામસ્તકાભિષેક ઉત્સવમાં ભાગ લેશે.