પ્રધાનમંત્રી મોદીએ મેગ્નેટીક મહારાષ્ટ્ર ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટને મૂકી ખુલ્લી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઇમાં મેગ્નેટીક મહારાષ્ટ્ર ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું, કે આ આયોજન સહકારી સ્પર્ધાત્મક સંઘવાદનું ઉત્તમ ઉદાહરણ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઇમાં મેગ્નેટીક મહારાષ્ટ્ર ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું, કે આ આયોજન સહકારી સ્પર્ધાત્મક સંઘવાદનું ઉત્તમ ઉદાહરણ છે. સાથે તેમણે કહ્યું, કે આજે દેશના બધા રાજયોમાં અંદરોઅંદર સ્પર્ધા થઇ રહી છે. તેમણે ઉમેર્યું, કે સરકાર દ્વારા નિયમો સરળ બનાવવામાં આવી રહ્યા છે, તેમજ જયાં કાયદા બદલવાની જરૂરિયાત છે ત્યાં કાયદામાં ફેરફાર કરાઇ રહ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું, કે રાજય સરકારના સતત પ્રયત્નોએ, વર્લ્ડ બેંકની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેંકિગમાં પરિવર્તન લાવવામાં મદદ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન તેમણે મુંબઇમાં દેશના સૌથી મોટા J.N.P.T કંટેનર ટર્મિનલને દેશને સમર્પિત કર્યું હતું. નવી મુંબઇમાં નવા આંતરરાષ્ટ્રીય વિમાની મથકનું ખાતમૂહૂર્ત પણ તેમણે કર્યું હતું.