પ્રધાનમંત્રી મોદી નર્મદાના નીરના વધામણા કરીને નર્મદાની પૂજા-આરતી કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પોતાના 69માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સોમવારની રાતે તેઓ દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતાં. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ અન્ય મહાનુભાવોએ પ્રધાનમંત્રી મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. તો મોટી સંખ્યામાં શહેરીજનો પણ એરપોર્ટ પર ઉમટી પડ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટી 138.63 મીટરને પાર પહોંચી છે અને આજે પ્રધાનમંત્રી મોદી નર્મદાના નીરના વધામણા કરીને નર્મદાની પૂજા-આરતી કરશે. આ સહિત રાજ્યભરમાં ભાજપ દ્વારા નમામિ દેવી નર્મદે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક ઘટના બની રહી છે..
