પ્રધાનમંત્રી મોદી પોતાના સિંગાપુરના પ્રવાસની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા
Live TV
-
એરપોર્ટ પર વિદેશમંત્રી સુષમા સ્વરાજે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિપૂર્ણ, ખુલા અને સમાવેશી હિન્દ પ્રશાંત ક્ષેત્ર પ્રત્યે ભારતના દ્રષ્ટિકોણને એશિયા શિખર સંમેલમાં વૈશ્વિક નેતાઓની સામે રાખ્યો. તેમણે ક્ષેત્રીય પ્રદેશોની વ્યાપક આર્થિક ભાગીદારી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અને સહયોગ વધારવા માટે આહ્વાન કર્યું હતું.
પૂર્વી એશિયા શિખર સંમેલનની રચના પ્રાંતની શાંતિ, સુરક્ષા અને સ્મૃદ્ધિના લક્ષ્યોની પ્રાપ્તિ માટે લાવવામાં આવ્યું હતું. ભારત, રૂસ, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ચીન અને કોરિયા આ મંચના 18 સભ્ય દેશોમાંથી છે. આ કારણે આ સમૂહ ક્ષેત્રીય સ્તર પર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. 13માં પૂર્વ એશિયા શિખર સંમેલમાં સાઇબર સુરક્ષા અને સ્માર્ટ સિટી પર ખાસ ભાર આપ્યો હતો.
