પ્રધાનમંત્રી મોદી 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે- વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર જશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે-વલસાડમાં આવાસ યોજનાના લાભાર્થીઓને કરશે સંબોધન જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ તેમજ ગાંધીનગર ફોરન્સિક સાયન્સ યુનિ.ના દીક્ષાંત સમારંભમાં લેશે ભાગ-
આગામી 23 ઓગસ્ટના રોજ વલસાડ જિલ્લાના જૂજવા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જેની સંપૂર્ણ કામગીરીની તૈયારીઓ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી વલસાડના જૂજવા ખાતે આવાસ યોજના ના 24 જિલ્લાના અંદાજીત 1400 કરોડ ના ખર્ચે તૈયાર કરેલ 1.11 લાખ આવાસ લાભાર્થીઓને ડીજીટલ માધ્યમ વડે ગૃહપ્રવેશ કરાવી સંવાદ કરશે. સાથે જ ધરમપુર અને કપરાડા તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં પાણીની કાયમી સમસ્યાઓના ઉકેલ સ્વરૂપે 175 જેટલા ગામોને આવરી લેતી પાણી પુરવઠા યોજનાનું ડીજીટલ માધ્યમથી ખાતમૂર્હૂત કરશે. આ કાર્યક્રમ સુપેરે પાર પડે તે માટે તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે
