Skip to main content
Settings Settings for Dark

વોટ્સએપ કંપનીના ચીફ ક્રિશ ડેનિયલ્સ અને કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદ મળ્યા

Live TV

X
  • વોટ્સએપ કંપનીના ચીફ ક્રિશ ડેનિયલ્સ પાંચ દિવસની ભારતની મુલાકાત પર છે.  અને કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદને આજે મળ્યા હતા. છેલ્લા ઘણા સમયથી વોટ્સએપ દ્વારા દેશભરમાં ફેલાતા ફેક ન્યૂઝ અને અફવાઓને કારણે 20 જટેલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં વોટ્સએપના 200 મિલિયન યુઝર્સ છે. ભારત દેશ વોટ્સએપનું સૌથી મોટુ માર્કેટ છે. વોટ્સએપ દ્વારા ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝ એ કંપની માટે માથાનો દુખાવો સાબિત થયા છે.

    કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યુ કે, અમારી વચ્ચેની મુલાકાત ફળદાયી રહી. ખોટી માહિતી ફેલાવવા માટે લોકો વોટ્સએપનો દુરઉપયોગ કરે છે અને આ કંપની દ્વારા પગલા લેવાની ખાતરી આપવામાં આવી છે.

    આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રીએ વોટ્સએપના ચીફને જણાવ્યુ કે, કંપનીએ આ દેશના કાયદાનું પાલન કરવુ પડશે અને માગણી કરી કે, કંપની ગ્રિવીયન્સ ઓફિસરોની નિમણૂક કરે અને તેની કોર્પોરેટ ઓફિસ ભારતમાં ખોલે.

    છેલ્લા કેટલાક મહિનાઓમાં રસ્તે જતા નિર્દોષ લોકોને ટોળાઓએ અફવાઓના આધારે મોતને ઘાટ ઉતાર્યા છે. આ તમામ અફવાઓ વોટ્સએપ દ્વારા ફેલાવાઇ હતી. મોટા ભાગે લોકોએ બાળકોને ઉઠાવતી ગેંગની અફવાથી નિર્દોષ લોકોને મારી નાંખ્યા હતા. સરકારે વોટ્સએપ કંપનીને આ મુદ્દાને ગંભીરતાથી લેવા આદેશ આપ્યા હતા અને આ અંગે કંપનીને બે નોટિસો પણ આપવામાં આવી હતી. જો કે, આ અંગે વોટ્સએપ કંપનીએ કોઇ મજબૂત પગલા લીધા નથી પણ વોટ્સએપમાં એક ફોરવર્ડ નામનું ફિચર ઉમેર્યુ છે અને ફોરવર્ડ કરવાની સંખ્યા માત્ર પાંચ કરી દીધી છે. આ અંગે કપંનીએ સ્થાનિક વર્તમાન પત્રો જાહેરાતો પણ આપી હતી અને કેવી રીતે ફેક ન્યૂઝ જાણવા તેની ટિપ્સ પણ આપી હતી. આ ઉપરાંત, કંપનીએ 50,000 ડોલરની રિસર્ચ ગ્રાન્ટની પણ જાહેરાત કરી હતી જેથી આ ફેક ન્યૂઝને રોકવા માટે સંશોધન થઇ શકે.

    જો કે, ભારત સરકાર એવુ ઇચ્છે કે, “વોટ્સએપ કંપની જે માણસે આ ફેક ન્યૂઝ ફેલાવ્યા છે તેને ઓળખી કાઢે એવી ટ્રિક શોધે. સરકારે વોટ્સએપ કંપનીને ચેતવણી આપી છે કે, જો આ અંગે તે પગલા લેવામાં નિષ્ફળ જશે તો તેની સામે કાયદાકીય પગલા લેશે.”

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply