પ્રધાનમંત્રી વિડિયો કોન્ફરન્સથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે વિવિધ પ્રદેશને સાંકળતી 8 ટ્રેનને લીલી ઝંડી આપશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સથી નવા પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે વિવિધ પ્રદેશને જોડતી 8 ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેનો દેશના જુદા જુદા વિસ્તાર થી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડશે. અમદાવાદ અને કેવડિયા વચ્ચે આજથી શરૂ થનાર જન શતાબ્દી એક્સપ્રેસના વિસ્ટાડમ કોચની તસવીરો પ્રધાનમંત્રીએ તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી. આ તેઓ ગુજરાતમાં રેલવેની અન્ય પરિયોજનાઓનુ પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે કેન્દ્રિય રેલ મંત્રી અને ગુજરાતના મુખ્ય મંત્રી પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી ડભોઇ-ચાંદોદ બ્રોડગેઝ રેલવે લાઇન, નવવિદ્યુતીકૃત પ્રતાપનગર કેવડિયા અને ડભોઇ-ચાંદોદ તથા કેવડિયામાં સ્ટેશનોની નવી ઇમારતોનુ પણ ઉદ્ઘાટન કરશે. આ ઇમારતોમાં સ્થાનીય વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. કેવડિયા સ્ટેશન ભારતનુ એવુ પ્રથમ રેલ્વે સ્ટેશન છે જેને ગ્રીન બિલ્ડંગ પ્રમાણપત્ર મળ્યુ છે.
