પ્રધાનમંત્રી 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ ધામના પુનઃનિર્માણ કાર્યનું કરશે ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ ધામના પુનઃનિર્માણ કાર્યનું ઉદ્ઘાટન કરશે. ગઇકાલે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ભાજપના મહાસચિવ તરુણ ચુગે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દેશભરમાંથી લગભગ ત્રણ હજાર ધાર્મિક નેતાઓ, સંતો, કલાકારો અને અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ ધામના સૌંદર્ય વૃદ્ધિનું કામ શરૂ કર્યું હતું. તરુણ ચુગે કહ્યું કે, 13 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી કાશીમાં દરરોજ એક ઉત્સવ થશે અને આ કાર્યક્રમ દેશના 51 હજાર સ્થળોએ બતાવવામાં આવશે.
