ફેક અને પેડ સમાચારો પર ચૂંટણી પંચનું પણ કડક વલણ
Live TV
-
મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે કહ્યું હતું કે, 'ફેક ન્યૂઝ અને પેડ ન્યૂઝને લઈને તેઓ સક્રિય છે અને આગામી ચૂંટણીમાં પંચ કડક કાર્યવાહી પણ કરશે. '
ફેક ન્યૂઝથી આખો દેશ પરેશાન થઈ ગયો છે. વ્હોટ્સએપ અને કેટલાક બીજા સોશિયલ મીડિયાની એપ દ્વારા દેશભરમાં નકલી સમાચારો ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેનાથી કઈ રીતે બચી શકાય તેના પર સરકારે ભાર આપ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે કહ્યું હતું કે, 'ફેક ન્યૂઝ અને પેડ ન્યૂઝને લઈને તેઓ સક્રિય છે અને આગામી ચૂંટણીમાં પંચ કડક કાર્યવાહી પણ કરશે. '
મુખ્ય ચૂંટણી કમિશ્નર ડીડી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, બદલાતા ટેકનોલોજીના યુગમાં હાલના કાયદાની સમીક્ષા કરતી રહેવી જોઈએ, જેથી કડક કાર્યવાહી કરવું સરળ બની રહે.
ફેક અને પેડ ન્યૂઝ મામલે કેટલાક મીડિયા સંસ્થાનોની ભૂમિકા પર પણ સવાલ ઉભા થયા છે. વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહે કહ્યું કે, ફેક ન્યૂઝથી બચવા માટે મીડિયા હાઉસે પણ સતર્ક રહેવું જોઈએ.