હવે NEET અને JEE ની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે
Live TV
-
આ પરીક્ષાઓમાં મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટ (NEET) અને એન્જિનિયરીંગ કોલેજોમાં એડમિશન માટે લેવાતી JEE અને સીએમએટી પણ સામેલ છે.
સરકારે દેશમાં શિક્ષણના પાયાના માળખાને સુધારવાની દિશામાં ક્રાંતિકારી નિર્ણય લીધો છે. કેબિનેટે 2022 સુધીમાં ઉચ્ચ શિક્ષણના માળખાને વધતી જરૂરીયાતોને પૂરી કરવાની દિશામાં પગલુ ભર્યું છે જેના પરિણામે ઉચ્ચ શિક્ષણનું માળખુ સુધરશે.
કેન્દ્ર સરકારે NEET, JEE અને NETની પરીક્ષાઓને નેશનલ ટેસ્ટીંગ એજન્સીના હવાલે કરી તેના સમયપત્રકમાં પણ ફેરફાર કર્યો છે. હવે આ પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે. સરકારના નિર્ણય પ્રમાણે હવે CBSE એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ઘણી પરીક્ષાઓ હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવશે.
આ પરીક્ષાઓમાં મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટ (NEET) અને એન્જિનિયરીંગ કોલેજોમાં એડમિશન માટે લેવાતી JEE અને સીએમએટી પણ સામેલ છે.