મહારાષ્ટ્રઃ ધોધમાં ફસાયેલા 106 પ્રવાસીઓને બચાવી લેવાયા
Live TV
-
મહારાષ્ટ્રમાં ચિંચોટી ધોધમાં પિકનિક મનાવવા ગયેલા 107 મુસાફરો ફસાઈ ગયા હતા. જેમાંથી 1નું મોત થયું છે. જો કે રાહત અને બચાવ દળ પ્રવાસીઓને સુરક્ષિત કાઢવામાં સફળ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં વસઈના ચિંચોટી ઝરણામાં ફસાયેલા 107 લોકોમાંથી 106 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે, અને 1નું મોત થયું છે. અધિકારીઓ પ્રમાણે તમામ લોકો પિકનિક મનાવવા માટે ચિંચોટી ધોધ પર ગયા હતા અને ન્હાવા લાગ્યા હતા. જો કે ભારે વરસાદના પગલે તેઓ ફસાઈ ગયા હતા.
રાહત અને બચાવ કાર્યમાં ફાયર બ્રિગેડ ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ તૈનાત હતી. પાણીમાં ફસાયેલા લોકોને કાઢવા માટે એરફોર્સના હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી હતી.
