ફોની સામે ઝઝુમવા બદલ વિશ્વ સ્તરે ભારતની પ્રસંશા
Live TV
-
સંયુતક્ત રાષ્ટ્રએ ભારતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા...
ચક્રવાતી તોફાન ફોની જેવી કુદરતી હોનારત સામે ઝઝુમતા બદલ તથા સર્વશ્રેષ્ઠ કામગીરી બજાવવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રશંસા થઈ રહી છે. સંયુતક્ત રાષ્ટ્રએ ભારતને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વાયુસેના તથા સૈનિકો ખડે પગે નાગરિકોની વ્યવસ્થા માટે તૈનાત છે. ફોની થી પ્રભાવિત થયેલા ઓડિશા તથા પશ્ચિમ બંગાળમાં સતત હવાઈ નિરીક્ષણ થઈ રહ્યું છે. ગ્રીષ્મ કાલીન ચક્રવાત માં સૌથી ભયંકર તોફાન તરીકે ફોનીની ગણતરી થાય છે. છેલ્લા દોઢસો વર્ષમાં આવેલા સૌથી ભયાનક એવા ત્રણ તોફાનો પૈકીનું એક તોફાન ફોની છે
