Skip to main content
Settings Settings for Dark

સાત રાજ્યોની 52 સંસદીય બેઠકો પર મતદાન શરૂ

Live TV

X
  • 17મી લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનું  મતદાન આજે થોડા સમયમાં થશે શરૂ

    17મી લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કા ના મતદાનના પ્રચાર પડઘમ શમી ગયા છે. આજે સાત રાજ્યોની 52 સંસદીય બેઠકો પર મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં લગભગ આઠ કરોડ 75 લાખ મતદાતાઓ મતદાન કરશે. જે પૈકી લગભગ ચાર કરોડ 63 લાખ પુરુષ મતદારો છે, ચાર કરોડ બાર લાખ મહિલા મતદાતાઓ તો બે હજાર બસો ચૌદ થર્ડ જેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 51 બેઠકો માટે 674 ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમ માં સીલ થશે, 96 હજાર થી પણ વધુ મતદાન કેન્દ્રોની વ્યવસ્થા પાંચમા તબક્કાના મતદાન માટે કરવામાં આવી છે. આજે ગિગ્ગજ નેતાઓ રાજનાથસિંહ , સ્મૃતિ ઇરાની, સોનિયા ગાંધી, રાહુલ ગાંધીના ભાવિનો ફેંસલો થશે.

    પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી પાંચમાં તબક્કા માટે જાહેર જનતાને મતદાન કરવા અપીલ કરી. કેન્દ્રીયમંત્રી રાજનાથ એ પોતાના મતાધિકારનો કર્યો પ્રયોગ, રાજનાથ સિંહ લખનૌથી ભાજપાના ઉમેદવાર છે. રાજસ્થાન : કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરે જયપુરના એક મતદાન મથક પર કર્યો પોતાન મતાધિકારનો પ્રયોગ.

    લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં સવારના ૯ વાગ્યા સુધીમાં મતદાન ૧૦.૭૬ ટકા રહ્યું, ઉત્તરપ્રદેશમાં ૯.૮૨ ટકા, ઝારખંડમાં ૧૩.૨૩ ટકા, પશ્ચિમા બંગાળમાં ૧૧.૨૩ ટકા અને બિહાર ૧૧.૫૧ ટકા મતદાન થયું.

    છઠ્ઠા તબક્કાની લોકસભાની ચૂંટણી માટે પ્રચાર ચરમ પર છે. આજે પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ગ્વાલીયર ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને મહાગઠબંધન પર પ્રહારો કર્યા હતા. આ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સાગર ખાતે ચૂંટણી સભા સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર પહાર કરતા કહ્યું કે, આઝાદીના શરૂઆતના 25 વર્ષમાં ગરીબો માટે પાક્કા મકાન, શૌચાલય, LPG ગેસ કનેન્કસની સુવિધાથી વંચીત રહ્યાં હતા. પણ તેમની સરકારે માત્ર ચાર વર્ષમાં આ તમામ સુવિધાથી લોકોને રૂબરૂ કરાવ્યા છે. આ સાથે કોંગ્રેસ પર વંશવાદનો આરોપ લગાવ્યો હતો. આ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બધોઈ ખાતે ચૂંટણી સભા ગજવી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ અને મહાગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply