ફોર્બ્સની 100 સૌથી ધનિક ભારતીયોની યાદીમાં ગૌતમ અદાણી ટોચ પર
Live TV
-
ફોર્બ્સની યાદીમાં મુકેશ અંબાણીને ખસેડીને ગૌતમ અદાણી પ્રથમ સ્થાને
અમેરિકન બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે 2022 માટે 100 સૌથી ધનાઢ્ય ભારતીયોની યાદી બહાર પાડી છે. ભારતના 100 સૌથી ધનિક લોકોની કુલ સંપત્તિ 25 અબજ ડોલર વધીને 800 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે, જ્યારે ફોર્બ્સના જણાવ્યા અનુસાર ભારતના 10 સૌથી ધનિક લોકોની સંયુક્ત સંપત્તિ $385 બિલિયન રહી છે.
ફોર્બ્સની યાદીમાં ગૌતમ અદાણી પ્રથમ સ્થાને છે, જ્યારે મુકેશ અંબાણીએ બીજું સ્થાન મેળવ્યું છે. યાદી અનુસાર, ભારતના 10 સૌથી ધનાઢ્ય લોકોની કુલ સંપત્તિ $385 બિલિયન છે જેમાં પ્રથમ ક્રમાંકિત ભારતીય ધનકુબેર $150 બિલિયનની નેટવર્થ ધરાવે છે. ફોર્બ્સ ઈન્ડિયાએ સૌથી ધનિક મહિલાની કુલ સંપત્તિ 16.4 બિલિયન ડોલરનો અંદાજ લગાવ્યો છે, જેમાં નવ મહિલાઓનો સમાવેશ થાય છે. ઓછામાં ઓછા $1.9 બિલિયનની નેટવર્થ ધરાવતા લોકોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
ફોર્બ્સ ઈન્ડિયા 2022ની યાદી અનુસાર, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 12,11,460.11કરોડ સાથે પ્રથમ સ્થાને છે. 2021માં અદાણીની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે. તેઓ 2022માં પ્રથમ વખત ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. 7,10,723.26 કરોડની નેટવર્થ સાથે બીજા નંબરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને MD મુકેશ અંબાણી બીજા ક્રમે સરકી ગયા છે.
આ યાદી અનુસાર, સુપરમાર્કેટ ચેઈન ડીમાર્ટના માલિક રાધાકિશન દામાણીની કુલ સંપત્તિ 2,22,908.66 કરોડ આંકવામાં આવી છે, જે ત્રીજા સ્થાને છે. યાદીમાં ચોથા નંબરે રહેલા સાયરસ પૂનાવાલાની કુલ સંપત્તિ 173,642.62 કરોડ આંકવામાં આવી છે. પાંચમા ક્રમે HCL ટેક્નોલોજીના ચેરમેન એમેરિટસ શિવ નાદરની કુલ સંપત્તિ 1,72,834.97 કરોડ છે.
132,452.97 કરોડની કુલ સંપત્તિ સાથે, ફોર્બ્સની ભારતની ટોચની 10 સૌથી ધનિકોની યાદીમાં સાવિત્રી જિંદાલ એકમાત્ર મહિલા છે. આ સિવાય સન ફાર્માસ્યુટિકલના સંસ્થાપક દિલીપ સંઘવી, હિન્દુજા બ્રધર્સ, કુમાર બિરલા, બજાજ પરિવાર પણ આ યાદીમાં સામેલ છે.
1. ગૌતમ અદાણી
2. મુકેશ અંબાણી
3. રાધાકિશન દામાણી
4. સાયરસ પૂનાવાલા
5. શિવ નાદર
સાવિત્રી જિંદાલ