બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણના કારણે ફાની તોફાનનો ખતરો
Live TV
-
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે હિન્દ મહાસાગર ભૂમધ્ય રેખા પાસેનો વિસ્તાર અને બંગાળની ખાડીમાં સર્જાયેલું હળવું દબાણ વધુ ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ સ્થિતિ ફાની નામના ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે અને તે ઉત્તર - પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. મંગળવાર સુધીમાં તે ઉત્તર તમિલનાડુ પહોંચવાની સંભાવના છે. જેનાથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તમિલનાડુ અને દક્ષિણી આંધ્રપ્રદેશના મેદાની વિસ્તારથી સમુદ્રમાં ગયેલા માછીમારોને દરિયામાંથી પાછા ફરવાની ચેતવણી આપવામાં આવી છે. મેદાની વિસ્તારની કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે વહિવટી તંત્ર સતર્ક છે.
