લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે નવ રાજ્યોની 72 બેઠકો પર મતદાન
Live TV
-
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાનના આરંભ થઈ ચૂક્યો છે. નવ રાજ્યોની 72 બેઠકો માટે 961 ઉમેદવારો મેદાનમાં છે.
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાનના આરંભ થઈ ચૂક્યો છે. નવ રાજ્યોની 72 બેઠકો માટે 961 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં લગભગ 12 કરોડ અગણ્યાએંશી મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ચોથા ચરણમાં આજે મહારાષ્ટ્રની સત્તર, ઉત્તર પ્રદેશની 13, રાજસ્થાનની તેર, પશ્ચિમ બંગાળની આઠ, મધ્યપ્રદેશ અને ઓડિશાની છ-છ, બિહારની પાંચ અને ઝારખંડની ત્રણ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરથી અનંતનાગ બેઠકના કુલગામ જિલ્લામાં પણ આજે મતદાન થઈ રહ્યું છે.
લોકસભા ચૂંટણીની સાથોસાથ આજે ઓડિશા વિધાનસભાની 147 બેઠકો પૈકી 41 બેઠકો પર મતદાન થશે. તે સાથે જ પટકૂરા બેઠકને બાદ કરતાં ઓડિસામાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થઈ જશે.
