Skip to main content
Settings Settings for Dark

બજેટ સત્રના સફળ સંચાલન માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મહત્વની બેઠક બોલાવી 

Live TV

X
  • કોરોનાના સમયમાં આરોગ્યના નક્કી કરેલા માપદંડોનું પાલન કરીને સંસદની કાર્યવાહી ચલાવવામાં આવશે

    સંસદનું બજેટ સત્ર આ મહિનાની 29મીએ શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્રના સફળ સંચાલન માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ એક મહત્વની બેઠક બોલાવી હતી. બેઠક બાદ લોકસભાના અધ્યક્ષે કહ્યું કે ગૃહની કાર્યવાહી સુચારૂ રૂપે ચાલે તે માટે આરોગ્ય સુરક્ષાના વ્યાપક માપદંડ નક્કી કરાયા હતાં. કોરોનાના સમયમાં આરોગ્યના નક્કી કરેલા માપદંડોનું પાલન કરીને સંસદની કાર્યવાહી ચલાવવામાં આવશે.

    લોકસભા અધ્યક્ષે કહ્યું કે બજેટ સત્ર બે ચરણમાં ચાલશે. પ્રથમ ચરણ 29 જાન્યુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કો 8 માર્ચ થી 8 એપ્રિલ સુધી ચાલશે. 29 જાન્યુઆરી એ રાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહને સંબોધન કરશે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજુ કરશે. સંસદમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા સાંસદો, સંસદના કર્મચારીઓ અને મિડિયા કર્મચારીઓને કોરોના તપાસમાંથી પસાર થવુ પડશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply