PMAYG હેઠળ ઉત્તર પ્રદેશમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2,691 કરોડની નાણાકીય સહાય કરશે
Live TV
-
PMAYG હેઠળ 6 પોઇન્ટ એક લાખ લાભાર્થીઓને લગભગ બે હજાર 691 કરોડની નાણાકીય સહાયતા વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇસ્યું કરશે.
ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના એટલે PMAYG હેઠળ 6 પોઇન્ટ એક લાખ લાભાર્થીઓને લગભગ બે હજાર 691 કરોડની નાણાકીય સહાયતા વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇસ્યું કરશે. આ સહાયમાં પાંચ પોઇન્ટ શુન્ય લાખ એવા લાભાર્થી હશે જેમને આર્થીક લાભનો પ્રથમ હપ્તો મળશે. જ્યારે 80 હજાર લાભાર્થી એવા હશે જેમને બીજો હપ્તો મળશે.
2022 સુધીમાં તમામ લોકોને ઘર આપવાનું આહવાન
પ્રધાનમંત્રી એ વર્ષ 2022 સુધીમાં તમામ લોકોને ઘર આપવાનું આહવાન કર્યું હતું. જે માટે 20 નવેમ્બર 2016 ના PMAYG યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 1.26 કરોડ ઘરો પહેલા તૈયાર થયા છે. યોજના હેઠળ મેદાની વિસ્તારોમાં દરેક લાભાર્થીઓને ઘર બનાવવા માટે એક લાખ 20 હજાર જ્યારે પહાડી વિસ્તારના લોકોને એક લાખ 30 હજારની સહાય અપાશે. આ લાભાર્થીઓને ઘર ઉપરાંત મહાત્માં ગાંધી ગ્રામીણ યોજના હેઠળ કુશળ કારીગર શ્રેણી હેઠળ મદદ આપવામાં આવે છે.
