બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે પૂરની સ્થિતિ અંગે કર્યુ નિરીક્ષણ
Live TV
-
બિહારમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. રાજ્યના નવ જિલ્લાના ચાર લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 18 લાખ લોકો પ્રભાવિત થયા છે.
બિહારમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. રાજ્યના નવ જિલ્લાના ચાર લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 18 લાખ લોકો પ્રભાવિત થયા છે. જેમને લઇને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ હતું.. સીતામઢી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. તેમાં લગભગ 11 લાખ લોકોને પુરની સ્થિતિથી અસરગ્રસ્ત થયા છે. જિલ્લાની બધી જ શાળાઓ 20 જુલાઈ સુધી બંધ રાખવામાં આવી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ અભિયાન માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 13 ટીમોને તૈનાત કરવામાં આવી છે. સતત વરસતા વરસાદના કારણે રાજ્યમાં બાઘમતી, મહાનંદા જેવી નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. તો હવામાન વિભાગે અગાઉ ચાર દિવસ હજુ વરસાદ પડવાની આગાહી કરી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી નીતીશકુમારે ગઇકાલે અધિકારીઓ સાથે બેઠક યોજી પટનામાં પુરની સ્થિતિની સમીક્ષા કરી તેમણે રાહત અને બચાવકાર્યોને લઈને સૂચનાઓ બહાર પાડી હતી.
