બિહારમાં પુરના કારણે કુલ 78થી વધુ લોકોના થયા મૃત્યુ
Live TV
-
બિહારમાં પુરના કારણે પરિસ્થિતિ વધુને વધુ વણસી રહી છે. બિહારમાં અત્યાર સુધીમાં 78 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે. સીતામઢી જિલ્લામાં અઢાર જ્યારે અરણિયા જિલ્લામાં બારથી વધુ વ્યક્તિઓના મોત થયા છે.
બિહારમાં પુરના કારણે પરિસ્થિતિ વધુને વધુ વણસી રહી છે. બિહારમાં અત્યાર સુધીમાં 78 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે. સીતામઢી જિલ્લામાં અઢાર જ્યારે અરણિયા જિલ્લામાં બારથી વધુ વ્યક્તિઓના મોત થયા છે. હજુ બે થી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પુરના કારણે 55 લાખ કરતાં વધુ લોકો ઘરવિહોણા થયા છે. બાર જિલ્લાઓમાં વરસાદનો કહેર હજુ ચાલી છે. 13 હજાર જેટલા લોકો રાહત શિબિરમાં છે. જ્યારે અન્ય કેટલાંક લોકો રાષ્ટ્રીય રાજમાર્ગો પર વસી રહ્યા છે. દરમિયાન આસામમાં વરસાદ બંધ થવા છતાં પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. વરસાદના કારણે આસામમાં 28 લોકોના મોત થયાના સત્તાવાર આંકડા છે. લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાહત અને બચાવ કામગરી સતત ચાલી રહી છે.
